所属专辑:O Piya
歌手: Falguni Pathak
时长: 03:39
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.[00:03:39]
ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં.[00:03:39]
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.[00:03:39]
કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને, વાગશે રે બોલ વ્હાલમના.[00:03:39]
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.[00:03:39]
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ, વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.[00:03:39]
વીંઝતાં પવન અડશે મને, વીણતાં ગવન નડશે મને, નડશે રે બોલ વ્હાલમના.[00:03:39]
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.[00:03:39]